તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની બ્રાઇટ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીએ વોટસએપ પર મિત્રને પેપર મોકલી જવાબો લખ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાની બ્રાઈટ જૂનિયર સાયન્સ કોલેજના પરીક્ષાકેન્દ્ર પર ધો.12 સાયન્સની પરીક્ષામાં બાયોલોજી પેપરમાં વિદ્યાર્થીએ પરીક્ષા ખંડની અંદરથી મોબાઈલથી વોટ્સએપ દ્વારા અન્યને મોકલી પેપર લીક કરી વોટ્સએપ્પ પર જવાબો લખતો હોવાનું સીસીટીવીમાં કેદ થતા કેન્દ્ર સંવાહકની સતર્કતાથી પરીક્ષાર્થીની ડિજિટલ ચોરીનો પર્દાફાશ થયો હતો. કેન્દ્ર સંવાહકે પરીક્ષાર્થી સામે તેમજ વોટ્સએપ્પ પર જવાબ લખાવનાર યુવક સામે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

ધોરણ.12 સાયન્સની પરીક્ષામાં બુધવારે બાયોલોજીનું પેપર હતુ. જેમાં મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ બ્રાઈટ જૂનિયર સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપતો દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે,બોરોલ, તા-બાયડ) એ તેને સંતાડી રાખેલા સ્માર્ટ ફોન થી પ્રશ્નપત્રનો ફોટો પાડી કેંદ્રના બહાર બેઠલ તેના મિત્ર હાર્દિક વિનોદભાઇ પંચાલને મોકલ્યુ હતુ અને તેના મિત્રએ જવાબ લખી વોટસએપ પર મેસેજ કર્યો હતો. ઘટના પરીક્ષાખંડના સીસીટીવીમાં કેદ થતા સીસીટીવીનું રેકોર્ડિંગ જોઈ રહેલા કેન્દ્ર સંવાહક અજયકુમાર મહેન્દ્ર પ્રસાદ પંડ્યાનએ પરીક્ષાખંડમાં પહોંચી સુપરવાઈઝરને જાણ કરી પરીક્ષાર્થીને પરીક્ષાકેન્દ્રમાં તપાસ હાથ ધરતા તેની પાસેથી સ્માર્ટ ફોને મળ્યો હતો. આ અંગે અજયકુમાર મહેંદ્રપ્રસાદ પંડયા દ્વારા મોડાસા ટાઉન સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બન્ને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાના ભંગની કલમ 188 અને ગુનેગારીમાં મદદગારીની કલમ 120(બ) હેઠળ 1) દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે,બોરોલ, તા-બાયડ) અને 2) હાર્દિકભાઇ વિનોદભાઇ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ધો.12 સાયન્સની પરીક્ષામાં બાયોલોજીનું પેપર લીક કર્યુ

ઘટના સીસીટીવીમાં કેદ થતાં ચોરી પકડાઇ, બંને જેલમાં ધકેલાયા


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો