તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા પંથકમાં સિંચાઇ પાણીની સમસ્યા નિવારવા પ્લાન્ટ સ્થપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા પંથકમાં સિંચાઇના પાણીની સમસ્યાને નિવારવા માટે રાજ્યના જળ સંચય નિગમ દ્વારા 515 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાંખીને બોરૂ ગામની સીમમાં પિયજથી ઉણાદના ત્રિકોણીયા વિસ્તારમાં પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. પ્લાન્ટની કામગીરીને નિહાળવા માટે જ‌ળ સંચય નિગમના ચેરમેને મુલાકાત લીધી હતી.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે અને પાણીની તંગી પડે નહી તે માટે અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં જિલ્લાના માણસા તાલુકા પંથકના ગામોમાં સિંચાઇ માટેના પાણીની સમસ્યાને નિવારવા માટે સ્થાનિક ખેડુત અગ્રણીઓએ વારંવાર રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. ઉપરાંત પિયજથી ઉણાદ તરફના ત્રિકોણીયા વિસ્તારમાં પાણીની તંગની નિવારવા માટે પાઇપ લાઇનથી સિંચાઇ માટે પાણી આપવાની માંગણી પણ કરી હતી. જેને પરિણામે રાજ્યના જળ સંચય નિગમ દ્વારા માણસા પંથકમાં સિંચાઇના પાણી માટે રૂપિયા 515 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. ઉપરાંત માણસા પંથકમાં સિંચાઇના પાણીની સમસ્યાને નિવારવા માટે જિલ્લાના માણસા તાલુકાના બોરૂ ગામની સીમ અને પિયજથી ઉણાદ તરફના ત્રિકોણીયા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાંખીને ખાસ પ્લાન્ટ ઉભો કરાયો છે.

માણસા પંથકના સિંચાઇ માટે શરૂ કરાયેલા પ્લાનની કામગીરી કેવી ચાલી રહી છે. તેની રૂબરૂ માહિતી મેળવવા માટે રાજ્યના જળ સંચય નિગમના ચેરમેન ગણેશભાઇ ચૌધરી, જીઆઇડીસીના પ્રમુખ માધવલાલ પટેલ, રિદ્રોલના માધવલાલ પટેલ, માણેકપુરના મગનલાલ પટેલ, ઇટાદરાના માધવલાલ પટેલ સહિતની ઉપસ્થિતિમાં પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્લાન્ટની કામગીરી કેટલે પહોંચી છે કેટલા સમયમાં કામગીરી પૂરી થઇ જશે સહિતની જાણકારી નિગમના ચેરમેને લીધી હતી. ઉપરાંત માણસા પંથકમાં સિંચાઇ માટે આપવામાં આવનાર પાણી દરરોજ કેટલો પુરવઠો મળશે તેની જાણકારી લઇને જરૂરી સુચનાઓ નિગમના ચેરમેને આપી હતી. સિંચાઇ પ્લાન્ટથી માણસા પંથકના ખેડુતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી.

સિંચાઇના પ્લાન્ટની મુલાકાત લેતા જળ સંચય નિગમના ચેરમેન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો