તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામાના ઘરે આવેલા ભાણેજે પાડોશમાં રહેતી 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે આવેલા નરાધમ યુવકે પાડોશમાં રહેતી 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ દુષ્કર્મી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

ધુળેટીના પર્વના દિવસે મેઘરજના ભુવાલ ગામનો કમલેશભાઈ જીવાભાઈ અસારી મોડાસાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે મહેમાનગતિ માણવા આવ્યો હતો આવ્યો હતો ત્યારે નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા પાડોશમાં રહેતી 9 વર્ષની બાળકીને નજીકમાં રહેલા પશુઓના પાણી પીવડાવવાના ખાલી હવાડામાં લઈ જઈ ડરાવી ધમકાવી બાળકીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બાબતે બાળકીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ તેની માતાને કરતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં મેઘરજના ભુવાલ ગામનો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી કમલેને માત્ર ગણતરીના કલાકોમાં 1 જ કલાકમાં મોડાસાના ડુંગળી વિસ્તારમાં તેનાં સંબંધીના ઘરેથી બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દુષ્કર્મનો ભોગ બનેલી 9 વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મોડાસા રૂલર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મેઘરજના ભુવાલ ગામના શખ્સને મોડાસાના ડુંગળી વિસ્તારમાં તેના સંબંધીના ઘરેથી ઝડપી પાડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો