તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુના સમૂહલગ્નમાં મુસ્લિમ દાતાએ ભોજન માટે રૂ.75 હજારનું દાન આપ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજાપુર તાલુકાના હાથીપુરા ગામે ઉમિયા પરિવાર હાથીપુરા ગામ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 6 પાટીદાર નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતા. આ સમૂહલગ્નમાં ભોજન સમારંભ માટે મોહમંદફારૂક એમ.આખુનજી પરિવાર દ્વારા રૂ.75 હજારનું માતબર દાન મળ્યું હતું. આમ, એક મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ સમાજના પાટીદાર પરિવારોના સમૂહ લગ્નમાં દાન આપી હિન્દુ- મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીઓના લગ્ન માટે ભોજનદાતા બનવાનું પગલું પ્રશંસનીય અને બે સમાજને નજીક લાવનારું હોવાનું હાજર મહાનુભાવોએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિજાપુરના ધારાસભ્ય રમણભાઇ ડી. પટેલે દાતા પરિવારને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો