વિજયનગર શાળા-2 માં વાલી સંમેલન યોજાયુ
વિજયનગર : વિજયનગર તાલુકા પ્રાથમિક શાળા નંબર 2માં મંગળવારે વાલી સંમેલન યોજાયું હતું. જેમાં સીઆરસી નિશાબેન શાહ, શિક્ષિકા સુધાબેન શાહ, ઇલાબેન બળેવીયા, મંજુલાબેન પટેલ, શીતલબેન શાહે વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે કાળજી લેવા સાથે અભ્યાસ અને અભ્યાસ અંતર્ગત પ્રવૃત્તિ અને શિક્ષણ વિભાગના વિવિધ આયામો અને યોજનાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ લક્ષી પ્રોજેક્ટ અને મોબાઈલ એપની વિવિધ માહિતી પૂરી પાડી હતી.