તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની જગતંબા મોબાઇલની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફડાતફડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાના કોલેજ રોડ ઉપર આવેલ સાંઇબાબા મંદિર પાસે રહેલ જગતંબા મોબાઇલની દુકાનમાં શનિવારે મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી હતી. બનાવના પગલે ડીસા ફાયર ફાઈટરનો ત્રણ જણાનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી અંદાજિત 3 હજાર લિટર પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ડીસામાં શનિવારે મોડી રાત્રે કોલેજ રોડ ઉપર આવેલ સાંઇબાબા મંદિરની બાજુમાં નરેન્દ્રભાઇ નરસિંહભાઇ સુથારની જગતંબા મોબાઇલની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી હતી. બીજી તરફ બનાવને પગલે ડીસા ફાયર ફાઇટર વિભાગના ફાયર સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંગ જાદવ સાથે કુલ ત્રણ જણાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી 3000 લિટર પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિકોએ પણ મદદ કરી હતી. બનાવની જાણ થતાં જીઇબીના કર્મીઓ પણ સ્થળે દોડી આવી લાઇટ બંધ કરી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો