તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના ભાણમેરમાં બરંડા પરિવારના કુળદેવીનો મહોત્સવ ઊજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ નિવાસી ડુંગરપુરના ડુંગર રાજાના વંશજો એવા બરંડા પરિવારના કુળદેવી ધનમાતાના મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ભિલોડા તાલુકાના ભાણમેરમાં યોજાયો હતો. આ પ્રસંગે કુળદેવીની પૂજા અર્ચના કરાયા બાદ 70 વર્ષથી ઉપરની ઉંમરના વડીલો અને બાળકોનું સન્માન પણ કરાયું હતું

હસમુખભાઈ બરંડા, સંગ્રામભાઈ, કમજીભાઈ સહિતે જણાવ્યું કે મૂળ નિવાસી ડુંગરપુરના ડુંગરરાજાના વંશજો એવા બરંડા પરિવારના કુળદેવી ધનમાતા ના મહોત્સવની ઉજવણી ભાણમેરમાં તમામ બરંડા પરિવારના લોકો એકત્ર થઈ ઢોલ નગારા સાથે કરી હતી. આ પ્રસંગે નિવૃત એસ.પી.પી.સી.બરંડારાજસ્થાનના ભવરસિંહ, દેવીલાલ સહિતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઉર્વશીબેન બરંડા,વાલજીભાઈ ડામરા, સુરજીભાઈ, રતનસિંહભાઈ, મોગજીભાઈ, વિમળાબેન, જવાનસિંહ ,વિક્રમભાઈ,સાંજાભાઈ ,સહિતે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...