તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયાબિટીસથી કંટાળી ભિલોડાના વેપારીએ નદીમાં ઝંપલાવતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાં કરિયાણાના વેપારી ડાયાબિટીસથી પીડાતા હોવાથી કંટાળી હતાશામાં ગરકાવ થઈ ભિલોડા નજીકથી પસાર થતી બુઢેલી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ અંગે ભિલોડા પોલીસે લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વેપારી ગત બુધવાર 6 તારીખે ઘરેથી નીકળી ગયા હતા.

ભિલોડા બસ સ્ટેન્ડ નજીક “રાઠી કિરાણા” સ્ટોર નામની પેઢી ધરાવતા મુકેશભાઈ ધનરાજભાઈ રાઠી છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા હોવાથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા. વેપારી બુધવારને 6 તારીખે ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સોમવારે સવારે ભિલોડાની બુઢેલી નદી માંથી મુકેશભાઈ ધનરાજભાઈ રાઠીનો પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી હતી. ભિલોડા પોલીસને જાણ કરતાં નદીના કિનારે પહોંચી વેપારીની લાશને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી.

ભિલોડા પોલીસે મૃતક વેપારીના પુત્ર દિપકુમાર મુકેશભાઈ રાઠી (રહે,શાંતિનગર સોસાયટી, નારસોલી રોડ, ભિલોડા) ની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...