તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાળીનાથના મુવાડાના આધેડનો મૃતદેહ 37 કલાકે તળાવમાંથી મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલપુર તાલુકાના વાળીનાથના મુવાડાનો આધેડ દાંલાભાઈ લક્ષ્મણભાઈ ખાંટ જે તા.10 -1 -2020 ને સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત ના ફરતા તેમના પત્ની ખાંટ શકુબેન દાંલાભાઈ તેમના ત્રણ પુત્રોની સાથે પરિવારમાં જાણ કરતાં શોધખોળ કરી હતી. છતા પત્તો ના મળતા તા.11-1-2020ને સવારે ગામના આગેવાનો સાથે તળાવના કિનારે તપાસ કરતાં તેમના ચપ્પલ અને કપડાં જોવા મળ્યા હતા, જે શંકાને આધારે સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં તપાસ કરતા

વધુ પાણી હોઈ માલપુર મામલતદાર,અને પોલીસ સ્ટેશનને જાણ કરતા તેમના દ્વારા મોડાસા નગરપાલિકા ની રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ બોલાવેલ હતી. પરંતુ પૂરતો સ્ટાફ ન હોય આખરે સાંજે અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા વડોદરા એન.ડી.આર.એફ. ની ટીમ ને જાણ કરતાં તા.12-01-2020 સવારે એન.ડી.આર.એફ.ની ટીમે છ વાગે રેસ્ક્યુ કરતા સાંજના 2.30 કલાકે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે માલપુર પોલીસે કબ્જો લઈ પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો