તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ એક કપડાના શો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ એક કપડાના શો રૂમમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો રોકડ અને બ્રાન્ડેડ કપડાં સહિત રૂ.1.25 લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા હતા. જોકે બુધવારે શોરૂમ માલિકને આ બાબતની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જેથી એલસીબી તથા ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર આરંભ્યો હતો.

ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ લિવરપૂલ કપડાંના શોરૂમમાં મંગળવારની મોડી રાત્રે ત્રણથી વધુ તસ્કરો ત્રાટકયા હતા. ત્રીજા માળનો દરવાજો તોડી તસ્કરો પ્રવેશી બ્રાન્ડેડ કપડાં તથા રોકડ ચોરી પલાયન થઈ ગયા હતા.બુધવારે વહેલી સવારે માલિકને ચોરી થઇ હોવાનું માલુમ પડતાં પોલીસને જાણ કરી હતી. જેથી એલસીબી પોલીસ સાથે ડીવાયએસપી તેમજ ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ તત્કાલ પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો