તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા તાલુકા પંચાયત ખાતે સોમવારે બજેટ બેઠક યોજાઇ હતી.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધાનેરા તાલુકા પંચાયત ખાતે સોમવારે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતના 25 સભ્યો પૈકી 17 સભ્યોની હાજરીમાં 9,77,45,410 (9.77 કરોડ)ની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.

સોમવારે 11-00 કલાકે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના 25 સભ્યો પૈકીના 17 સભ્યો હાજર રહ્યા હતા. બપોરે 1 વાગે સભાની શરૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2019-2020નું અંદાજપત્ર તેમજ વર્ષ 2018-19 નું સુધારેલ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતુ. જેમાં ખર્ચને આવકના આંકડાઓ તાલુકા પંચાયતના હિસાબનિશ દ્વારા વાંચી સંભળાવ્યા હતા. તાલુકા પંચાતયમાં થતા ખર્ચના અહેવાલ દર મહિને કારોબારીમાં મુકવા માટે પણ જનરલ બોર્ડમાં તાકીદ કરાઈ હતી. ઇ.ચા. તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ ત્રિવેદીએ જણાવેલ કે ‘સભામાં તમામ સભ્યો પૈકીના 17 હાજર રહ્યા હતા અને તમામની હાજરીમાં રૂ. 9,77,45,410 ની પુરાંતવાળુ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો