તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.માં 24 કલાકમાં 3 ડિગ્રી ઠંડી ઘટી, હજુ બે દિવસ ઘટશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારત તરફ આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે ઉત્તર ગુજરાતમાં પવનની દિશા અનિયમિત થઈ હતી. જેના કારણે મહેસાણા, ડીસા સહિત પાંચેય શહેરોમાં લઘુત્તમ તાપમાન ઉંચકાતાં ઠંડીનું જોર ઘટ્યું હતું. શનિવારે ઉ.ગુ.માં ઠંડીમાં 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાતાં થોડી રાહત થઇ હતી. હવામાન વિભાગના મતે બે દિવસમાં હજુ ઠંડી ઘટશે. રવિવારે આકાશ વાદળછાયું રહેશે, જ્યારે સોમવારે બનાસકાંઠામાં કમોસમી વરસાદ થઇ શકે છે.

ઉત્તર ભારતમાં રવિવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થાય તેના 24 કલાક પહેલાં શનિવારે ઉત્તર ગુજરાત પરથી પસાર થતા પવન અનિયમિત બન્યા હતા. બર્ફીલા પવન ફૂંકવાનું બંધ થતાં ઉત્તર ગુજરાતમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવુ વાતાવરણ બન્યુ છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવાર સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત વાદળછાયું બની શકે છે.

ડીસામાં 8.8,મહેસાણામાં 12 ડિગ્રી
શહેર તાપમાન

મહેસાણા 12.0(+2.7)

પાટણ 11.8(+2.9)

ડીસા 8.8(+2.7)

ઇડર 10.9(+2.9)

મોડાસા 12.2(+3.3)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો