બોલુન્દ્રા પાસેથી 29 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એેસ.સિસોદીયા અને તેમના સ્ટાફે મોડાસા તાલુકાના બોલુન્દ્રા પાસેથી રૂ.29000નો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.

લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી. વિભાગ દ્વારા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોને નાકાબંધી કરી સઘન ચેકીંગ કામગીરી કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.તાવિયાડે સ્ટાફને સુચના આપતા એલ.સી.બી. સ્ટાફે બોલુન્દ્રા પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.તે દરમિયાન ત્યાંથી પસાર થતી અલ્ટો કારની તલાશી લેતા પોલીસને વિદેશી દારૂનો રૂ.29000 નો જથ્થો મળી અાવ્યો હતો.પોલીસે અલ્ટોકાર નંબર.GJ-18-AH-1854 અને તેમાં રહેલી વિદેશી દારૂની બોટલ નંગ 58 સહિત કુલ રૂ.179000 નો મુદ્દામાલ કબજે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...