તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં યુવતી સાથે ફોન પર વાત કરતાં યુવક પર 20 શખ્સોનો હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલોલ તાલુકાના પંચવટી વિસ્તાર હેલીપેડ ખાતે યુવતી સાથે ફોન પર વાત કરવાના મુદ્દે યુવક પર હુમલાની ઘટના બની હતી.

ઘટનાની વિગતો પ્રમાણે છત્રાલ ગામે આવેલી ઇસ્કોન સોસાયટીમાં રહેતો અશ્વીનભાઇ ઝવેરભાઇ ગઢવી વખારીયા કોલેજ ખાતે અભ્યાસ કરે છે. તેણે કોલેજની એક યુવતી સાથે ફોન પર વાત કર્યા બાદ યુવક પર ધવલ પટેલ નામના શખ્સનો ફોન આવ્યો હતો. જેણે કેમ યુવતી સાથે વાત કરે છે કહીં ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મળવાનું કહેતાં ફરિયાદ અશ્વીન મિત્રો સાથે હેલીપેડ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જ્યાં 20 જેટલા શખ્સો ધોકા, ધારિયા તેમજ તલવાર સહિતના હથિયારો સાથે હાજર હતા. જેઓએ હુમલો આ શખ્સોએ અશ્વીન અને તેના મિત્રો કનુ ચૌહાણ, શૈલેન્દ્રસિંહ ગોકુળસિંહ સોઢા, રવિ જગદીશભાઇ રૂપાણી પર હુમલો કરી દીધો હતો. જેમાં ઘાયલ થયેલા ચારેય શખ્સોને કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હુમલાને પગલે અશ્વિને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધવલ પટેલ, વિશાલ ઉર્ફે પુમી પટેલ, જીગર રમેશભાઇ મોકરીયા, હર્ષ ઉર્ફે મટી જગદીશભાઇ પટેલ, ઉચીત પટેલ, સુધીર પટેલ, યશ ગજજર, કેતન પટેલ, મિતુલ પટેલ, જીગર પટેલ, ધર્મેન્દ્ર પરષોતમભાઇ પટેલ (તમામ રહે -કલોલ) તથા બીજા 8 થી 10 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પંચવટી હેલીપેડ વિસ્તારમાં ધારિયા, તલવારથી મારામારી

_photocaption_{ કલોલમાં યુવતી સાથે ફોન પર વાત કરવા મુદ્દે યુવક તથા તેના મિત્રો પર હુમલાની ઘટના બની હતી. તસવીર : ધર્મેન્દ્ર જોષી *photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો