કલોલની દુકાનમાં રૂપિયા 90 હજાર મુદ્દામાલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી આર કે શાહ હોસ્પિટલની બાજુમાં સ્વામિકૃપા સોસાયટીમાં હર્ષદભાઇ પટેલ કોબ્રા સર્કલ સામે આવેલ એન એચ કોમ્પલેક્ષમાં ગુટખા, સિગરેટ તેમજ પાન મસાલાની આઇટમની દુકાન ધરાવે છે. જેઓની દુકાનમાં ગત 22મીએ રાત્રે તસ્કરોએ તમાકુના કાર્ટુનો તેમજ પાન મસાલાના કાર્ટુનો અને બીજા સીગારેટ, પાન મસાલા તેમજ તમાકુના પેકેટના કાર્ટુનો મળી કુલ 90 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થયા હતા. આ અંગે હર્ષદભાઇએ કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...