તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

500 કિલોના ATM ચોરીના 9 દિવસ બાદ તપાસ ઠેરની ઠેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાના દાસજ ગામે હાઇવે પર આવેલી સિન્ડીકેટ બેંકનું 500 કિલોનું રૂ.1.12 લાખ રોકડ ભરેલું આખેઆખુ એટીએમ ઉઠાવી જવાના 9 દિવસ બાદ પણ પોલીસને ખાસ કડી મળી નથી.ખાસ ટીમ બનાવી પોલીસે સેલઆઇડીને આધારે તપાસ હાથ ધરી છે.

18 સપ્ટેમ્બરે ઊંઝાના દાસજ ગામે હાઇવે પર આવેલી સિન્ડીકેટ બેંકનું 500 કિલોનું રૂ.1.12 લાખ રોકડ ભરેલું આખેઆખુ એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા. આ કેસમાં ઊંઝા પોલીસ ડી.સ્ટાફ.પી.એસ.આઈ.ચાવડા એ બેંકના સ્વીપર કુંદન સહિત અન્ય 4 શકમંદોની અટકાયત કરી પુછપરછ કરી છે.ખાસ ટીમો બનાવી સેલઆઈડીને આધારે તપાસ છતાં હજુ સફળતા મળી નથી. ઊંઝા પોલીસે બેંકથી સિદ્ધપુર અને ખેરાલુ હાઇવે તેમજ વિસનગર રોડના તમામ જાહેર એકમો ઉપર લગાવેલ સી.સી.ટી.વી.અને બેંકમાં આવેલા એ દિવસના મોબાઈલ કોન્ટેકટની સિડીઆર માટે મોકલાવી છે.

અન્ય સમાચારો પણ છે...