વિજાપુરમાં 8 વેપારીઓ અને 20 લારી પરથી 150 કિલો પ્લાસ્ટિક જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજાપુર પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલના જણાવ્યા અનુસાર, ગુરુવારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઈ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં પાલિકાના પ્રતિકભાઈ સુખડીયા, આનંદ પટેલ, રાજ પટેલ તથા દર્શક પટેલ સહિતની ટીમે વેપારીઓ અને લારીઓ પર તપાસ હાથ ધરી હતી.

8 વેપારી અને 20 થી વધુ લારીઓ પરની તપાસના અંતે 50 માઇક્રોનથી ઓછી જાડાઈવાળુ 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સાથે રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.પાલિકાની રેડથી ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...