તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

76 ખેડૂતોને એક વર્ષ થવા છતાં ટેકાના ભાવે ભરાવેલ માલના રૂ.44 લાખ ચુકવ્યા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકાના 76 ખેડુતોના મગફળી તેમજ રાયડાના 44 લાખ જેટલા રૂપિયા બાકી હોવા છતાં સરકાર દ્વારા પાછલા 1 વર્ષથી આ પેમેન્ટ ચુકવ્યું નથી. ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે બનાસકાંઠાના ખેડુતો પાસેથી સરકારે ખરીદેલ મગફળી તેમજ રાયડાના રૂપિયા તાત્કાલીક ચુકવવા માટે વિધાનસભામાં રજુઆત કરી હતી.

સરકારે 2018માં ટેકાના ભાવે મગફળી અને રાયડાની ખરીદી કરી હતી. કેટલાક ખેડુતોના રૂપિયા હજુ સુધીમાં ન આવતા તે ખેડુતોએ ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલને રજુઆત કરી હતી. જેથી નથાભાઇ પટેલે વિધાનસભામાં ખેડુતલક્ષી રજુઆતમાં જણાવ્યું કે ‘મગફળીની ખરીદીમાં ધાનેરા તાલુકાના 34 ખેડુતોના રૂ.30,16,500 તેમજ રાયડા ખરીદીમાં 42 ખેડુતોના રૂ.13,81,800 આમ 75 ખેડુતોના રૂ.43,98,300 બાકી છે તે સિવાય બનાસકાંઠા જીલ્લાના ખેડુતોના પણ બાકી છે તે રુપિયા પણ આ ખેડુતોને તાત્કાલીક મળી જાય તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...