વિસનગરમાં જુગારની બે રેડમાં 33925ની રોકડ સાથે 7 ઝડપાયા

DivyaBhaskar News Network

Mar 16, 2019, 04:15 AM IST
Visnagar News - 7 gigs with cash of 33925 in two gamblers in visnagar 041535
વિસનગરમાં શહેર પોલીસ અને અારઅાર સેલે અલગ અલગ બે સ્થળોઅે રેડ કરી રૂ.33,925 રોકડ સાથે જુગાર રમતાં સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસે રામાપીર મંદિર નજીક અાવેલી પ્રાથમિક શાળા નં.5 નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી અાધારે રેડ કરી હતી. જેમાં દેવીપૂજક અનીલ નરોત્તમભાઇ, ઠાકોર સુરેશજી ભુપતજી, શેખ જાફરખાન સિકંદરખાન અને દેવીપૂજક કિરણ કાન્તિલાલને જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂ.10,225 રોકડ કબજે લીધી હતી. જ્યારે લાલ દરવાજા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા ફકીર સાજીદશા યાકુબશાને રંગેહાથ ઝડપી લઇ ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય સાથે 2250 રોકડ કબજે લીધી હતી.

જ્યારે અારઅાર સેલ ગાંધીનગરની ટીમે વડનગરી દરવાજા વિસ્તારમાં રેડ કરી મકબુલ નુરભાઇ શેખ, અાસીફખાન ફરીદખાન પઠાણ અને ઇમરાનશા ઇબ્રાહીમશા દિવાનને જુગાર રમતા પકડી તેમની પાસેથી રૂ.23,700 રોકડ કબજે લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

X
Visnagar News - 7 gigs with cash of 33925 in two gamblers in visnagar 041535
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી