તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુરમાં કેનાલથી વંચિત 7 ગામના ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરવા કટીબધ્ધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના જાખોત્રા, એવાલ, બરારા, ધોકાવાડા, રાજુસરા, ચારણકા, ગરામડી, પીપરાળા આ ગામમાં આજ સુધી નર્મદા કેનાલ બનાવવામાં આવી નથી અન્ય તમામ ગામો સુધી કેનાલો પહોંચી છે પણ આ ગામોના ખેડૂતો પાંચ વર્ષથી કેનાલની કાગડોળે રાહ જુએ છે તેને લઈ આ ગામોના 200 થી વધુ ખેડૂતો બરારા હનુમાનજી મંદિર ખાતે ભેગા થયા હતા અને અમે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં કેનાલ પહોંચી નથી ત્યારે અાગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ ઇરાદો અને રોષ વ્યકત કરાયો હતો.

ગામલોકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ અમારે કોઈ રાજકીય પક્ષથી લેવાદેવા નથી. ચૂંટણી ટાઇમે નેતાઓ આવી વાયદા આપી જતા રહે છે. અમારા વિસ્તારને કોઈ યાદ કરતું નથી. ખેડૂતોનું કહેવું છે કે અમે એક વરસાદ ઉપર આધારિત છીએ પણ વરસાદ ન પડે તો અમારે હિજરત કરવાનો સમય આવશે. વૌવાના સરપંચ આહીર બાબુભાઈ ના જણાવ્યા મુજબ અમે ગાંધીનગર સુધી રજુઆત કરી પણ કોઈ નક્કર પરિણામ આવતું નથી ખાલી આશ્વાસન આપી અમને પરત મૂકી દેવામાં આવે છે.

ખેડૂત ચૌધરી દેવાભાઈના જણાવ્યા મુજબ કેનાલો અહીં આજુબાજુ બનાવી છે પણ આ વિસ્તાર સુધી પહોંચી નથી અમે તમામ ગામના ખેડૂતો સાથે મળી આવેદનપત્ર આપી ધરણાં પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો