Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડર તાલુકાના કુકડીયા પંથકમાંથી 6 ભેંસો ચોરાઇ
ઇડર તાલુકાના કુકડીયા ગામમાં કૂવા પર બાંધેલી 4 અને કુકડીયાની સીમમાં અાવેલ તબેલા પર બાંધી બે ભેંસો અેક જ રાત્રે ચોરાઇ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
કુકડીયામાં રહેતા બાલાજી રેવાજી ચૌહાણ તા.11-03-20 ના રોજ રાત્રિના 10 કલાકે તેમના કૂવાનું કામ પતાવીને ઘેર આવ્યા હતા અને વહેલી સવારે 5 વાગ્યે રોજિંદા સમયે ભેંસોનું દૂધ દોહવા જવા દરમિયાન કૂવા પર બાંધેલી 4 ભેંસો જોવા મળી ન હતી. ત્યારબાદ બાજુના શેરપુર ગામના વણકર રોહીતભાઇ જીવાભાઇની પણ 2 ભેંસો કુકડીયાની સીમમાં અાવેલ તબેલા પરથી ચોરાઇ હોવાની જાણ થઇ હતી. બાલાજી રેવાજી ચૌહાણે 4 ભેંસો અને રોહિતભાઈઅે 2 ભેંસો ચોરાઇ હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઘટનાથી ચકચાર મચી હતી.
કૂકડીયામાં કૂવા પર અને તબેલા પર બાંધેલી ભેંસોની ચોરી થતાં પશુપાલકોમાં ફફડાટ વ્યાપ્યો