ગુંજાલામાં રાજપુત સમાજના પ્રથમ સમૂહલગ્નમાં 51 યુગલો જોડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેત્રોજ તાલુકાના ગુંજાલા ગામે ચુંવાળ-84(કટોસણ સ્ટેટ)રાજપુત સમાજના 12 મે ના રોજ યોજાયેલ સમુcલગ્નમાં સાધુ-સંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં 51 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

આર્શિવચન આપતા સંત આનંદમૂર્તિજી મહારાજે સમાજમાં વ્યાપેલ કુરિવાજોને જાકારો આપી શિક્ષણનો વ્યાપ વધારવાનો તથા પુત્રવધુનો પુત્રી તરીકે સ્વીકાર કરવાની અપીલ કરી હતી. દેકાવાડાના ગૌભક્ત સંત કાળીદાસજી બાપુએ દરેક નવદંપતિઓને તલવારની ભેટ આપી આર્શિવચન આપ્યા હતા.આ પ્રસંગે કોટસણ સ્ટેટ નામદાર ઠાકોર સુરેન્દ્રસિંહ બાપુ, યુવરાજ ધર્મપાલસિંહ,ધારાસભ્યો કિર્તીસિંહ વાઘેલા, ર્ડા.સી.જે.ચાવડા, કિરીટસિંહ સોલંકી(અંબાસણ), દેત્રોજ તા.પ્રમુખ નવુભા, ઉ.પ્રમુખ બટુકસિંહ સોલંકી, ક્ષત્રિય મહાસભાના કરણસિંહ ચાવડા, કડી રાજપુત સમાજના પ્રમુખ અજયસિંહ જાડેજાએ ઉપસ્થિત રહ્યા હતા. તલસિંહ ઝાલાની આગેવાનીમાં સમસ્ત ગામ તથા સમાજના પ્રમુખ ઈન્દ્રજીતસિંહ સોલંકી, કડી ચુંવાળ-84 સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી.તસવીર-સતિષ પટેલ

અન્ય સમાચારો પણ છે...