તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુડેઠાથી 13 હજારની મત્તા સાથે 5 જુગારીયા ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુડેઠા | ભીલડી પોલીસે બુધવારે મળેલ બાતમીના આધારે મુડેઠા ગામે રહેતા રમેશજી ભવનજી ઠાકોરના ખેતરમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતાં રમેશજી ભવનજી ઠાકોર (રહે.મુડેઠા,તા.ડીસા), શંકુજી અનારજી વાઘેલા (રહે.વડાવળ,તા.ડીસા), ભરતભાઇ ભેમાભાઇ પરમાર (રહે.મુડેઠા-ખેતાણીપાર્ટી,તા.ડીસા), અદાજી સોમાજી રાઠોડ (રહે.મુડેઠા-ભલાણીપાર્ટી,તા.ડીસા), ટીનાજી મફાજી ઠાકોર (રહે.મુડેઠા-ભલાણીપાર્ટી,તા.ડીસા)ને રોકડ રૂ.11,030, 4 મોબાઇલ રૂ.2000 મળી કુલ રૂ.13,030નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તસવીર-સાદુલસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...