ધારેવાડા પાસે કારમાંથી 468 લીટર દેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી | બુધવારે ધારેવાડા ચેકપોસ્ટ ઉપર છાપી પોલીસે વાહનોનું ચેકીંગ હાથ ધરતા સિદ્ધપુર તરફથી એક પુરઝડપે આવતી શંકાસ્પદ કારને ઉભી રખાવી કારની તલાશી લેતા કારમાં પડેલ પ્લાસ્ટીકના કટ્ટામાંથી 156 ફુગ્ગામાંથી દેશી દારૂ લીટર 468, કિંમત રૂ.9360 કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે દારૂ સહિત કાર જપ્ત કરી કુલ રૂ.3,09,060 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બુટલેગર મોહબતસિંહ ધનાજી ઠાકોરની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...