તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાના 40 ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે મેસેજ કર્યા, એકેય ન આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના ખરીદી કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટે 40 જેટલા ખેડૂતોને મેસેજ કરવા માં આવ્યો છે. પરંતુ અત્યાર સુધીમાંએક પણ ખેડૂત ઘઉં વેચવા માટે મોડાસા સેન્ટર ખાતે ન ફરકતાં તંત્ર અવઢવમાં પડી ગયુ છે.

મોડાસા નવા માર્કટયાર્ડમાં સરકારે શરૂ કરેલી ખરીદ સેન્ટર ઉપર 15 માર્ચની ખરીદીની શરૂઆત કરી છે. બજારમાં ઉંચા ભાવો મળવાની લ્હાયમાં કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જ નથી પરિણામે તેઓ હાલ ખરીદ સેન્ટર ઉપર ટેકાના ભાવે ઘઉં ના વેચી શકતા મજબુર જણાઇ રહ્યા છે અને ના છુટકે નાણાંની જરૂરિયાત હોવાના કારણે જાહેર હરાજીમાં 340 થી 360 ભાવે વેપારીઓને વેચતા હોવાનુ જાણવા મળ્યુ છે.

સરકારમાં આવેલા કાચામાલના પૈસા સમયસર મળતા નથી: અગ્રણી ખેડૂત
મોડાસા તાલુકાના અગ્રણી ખેડૂત જગદીશભાઇ પટેલ અને ઇશ્વરભાઇએ જણાવ્યું કે ટેકાના ભાવે સરકારમા મૌલાત આપ્યા પછી સમયસર સરકારમાંથી નાણાં મળતા નથી. પરિણામે બજારના સામાજિક વ્યહવારો ખોરવાતાં ખેડૂતો રોકડેથી નુકશાન ભોગવીને જાહેર હરાજીમાં કાચોમાલ વેચવા માટે મજબુર બને છે

ચૂંટણી હોવાથી નાણાંની ચુકવણીમાં વિલંબ
સહકારી માળખાના પીઢ અને માલપુર લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી જશુભાઇ શિવાભાઇ પટેલ જણાવ્યું કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે નાણાંની તાતીજરૂરિયાત ઉભી થઇ છે આવા કપરા સમયમાં ખેડૂતોને ચુંટણી હોવાના કારણે પાકના નાણાંની ચુકવણી વિલંબીત થવાની ભિતી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...