તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મને કેમ બચાવ્યો’, યુવકે કેનાલમાંથી બહાર કાઢનાર ફાયર જવાનને લાફા માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં ઝુંડાલ ગામ પાસે નર્મદા કેનાલમાં સોમવારે મોડી સાંજે એક યુવાને છલાંગ લગાવી દીધી હતી. જેથી ત્યાંથી પસાર થતાં લોકોએ આ ઘટના અંગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવાનને બચાવવા માટે ફાયરબ્રિગેડના જવાન જયેશ કોટવાલે કેનાલમાં કૂદ્યો હતો. આપઘાત માટે કૂદેલા યુવને તરતા આવડતું હતું જોકે, તે કેનાલથી બહાર આવતા તૈયાર ન હતો. યુવક ફાયરબ્રિગેડના જવાનને ડુબાડી દેવાનો પ્રયાસ કરતો હતો. જોકે,મહામુસીબતે ફાયરબ્રિગેડના જવાને યુવકના કમરે દોરડું બાંધી દેતા અન્ય જવાનોએ તેને બહાર કાઢ્યો હતો. જોકે, કેનાલમાંથી બહાર આવતા જ યુવકે ફાયરબ્રિગેડના જવાને લાફા ઝીંકીને કહ્યું હતું કે ‘મને શું કામ બચાવ્યો’. આપઘાત કરવા માટે જતા યુવકને માનસિત સ્થિતિને પગલે આ યુવાન સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો વધતાં હોવાથી કેનાલ પર ગાર્ડ મુકવામાં આવ્યા છે. જેઓ સાથે આવા બનાવ બને છે.

અન્ય સમાચારો પણ છે...