તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી જિલ્લામાં 13 કેન્દ્રો પર 3555 પરીક્ષાર્થીઓ પીઆઇની પરીક્ષા આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2 ની પ્રિલીમ પરીક્ષા તારીખ 29 માર્ચના રોજ યોજાનાર હોવાથી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જુદા જુદા 13 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં રાજ્યમાં પોલીસ ઈન્સપેક્ટરની વર્ગ – 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિલિમ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓના અલગ – અલગ પરીક્ષા કેન્દ્રો
પર 29 માર્ચના રોજ સમય સવારના 11 કલાકથી શરૂ થનાર છે. જેમાં અરવલ્લી જિલ્લામાં કુલ 13 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 3555 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેની
બેઠક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રો ફાળવી દેવાયા છે. જિલ્લા શિક્ષણ
વિભાગ દ્વારા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર સુપરવાઇઝર તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી
છે. જિલ્લાના 13 પરીક્ષા કેન્દ્રો ઉપરથી 3555 પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...