તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ની પરીક્ષામાં હિંમતનગરમાં 3 અને કડીમાં ચોરી કરતો એક વિદ્યાર્થી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સીટી દ્વારા લેવાઈ રહેલ પરીક્ષાઓમાં નિરીક્ષકોની આંખમાં ધૂળ નાખી પરચીઓ ના બદલે હવે નવિંન ટેક્નિકનો ઉપયોગ કરી પરીક્ષાર્થીઓ વર્ગખંડમાં ડિજિટલ ઉપકરણોથી ચોરી કરતા રંગેહાથે નિરીક્ષકોના હાથે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

યુનિવર્સીટી સહિત સંલગ્ન કોલેજોમાંસ્નાતક અનુસ્નાતકની સેમિસ્ટર-2ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે પ્રથમ દિવસે 16 કોપી કેસ નોંધાયા બાદ બીજા દિવસે છાત્રો ડિજિટલ ઉપકરણો જેવા કે મોબાઈલ, કેલ્યુલેટર અને ડિજિટલ ઘડિયાળમાંથી ચોરી કરતા રંગે હાથે પકડાતાનિરીક્ષકો પણ ચકિત થઇ ઉઠ્યા હતા.

હિમનગર કોલેજમાંથી 10 એપિલના રોજ બે છાત્રો મોબાઈલમાંથી ચોરી કરતા પકડાયા હતા. 11 એપ્રિલના રોજ કડી કોલેજમાંથી એક છાત્ર કેલ્ક્યુલેટરમાંથી ચોરી કરતો ઝડપાયો હતો ત્યારે હિમનતનગર કોલેજના એક છાત્ર ડીઝીટલ ઘડિયાળને આખું પુસ્તક સમાન બનાવી પીડીએફ ફાઈલો અંદર રાખી ચોરી કરતો જોવા મળ્યો હતો ત્યારે આ તમામ છાત્રો ટેક્લોનોજીના ઉપયોગ કરી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા નિરક્ષકો પણ વિમાશામાં મુકાયા ગયા હતા અને તમામ ઝડપાયેલ છાત્રો સામે કોપી કેસ નોંધી તેમની પાસે રહેલા ઉપકરણો જપ્ત કરી યુનિવર્સીટી પરીક્ષા વિભાગને મોકલી આપવામાં આવ્યા હતા તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયા દ્વારા જણાવ્યું હતું.

પરીક્ષામાંથી છાત્રા ઉત્તરવાહી લઇ ઘરે ભાગી ગઈ
- યુનિવર્સીટી સંલગ્ન ચાણસ્માના પલાસર આર્ટ્સ કોલેજમાં બીજા દિવસે સેમેસ્ટર -2ની પરીક્ષાર્થીની વર્ગખંડમાંથી નિરીક્ષકની જાણ બહાર ઉત્તરવાહી લઇ ઘરે ભાગી ગઈ હતી ત્યારે અંતમાં સુપરવાઈઝર દ્વારા તેની ઉત્તરવાહીનાં ના મળતા મુંઝવણમાં મુકાયા હતા અને પરીક્ષાર્થીનીને સ્ટાફ દ્વારા જાણ કરી પરત કોલેજમાં બોલાવી તેની ઉત્તરવાહી લઇ તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો તેવું પરીક્ષા વિભાગના સૂત્રો દ્વારા જણાવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...