તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25.71 લાખ ઘનમીટર માટીકામ થવાથી 88 મિલીયન ઘનફૂટ પાણીના જથ્થો વધશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા તેમજ તેનો સંગ્રહ કરવા માટે સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આવરી લીધો છે. રવિવારે જળ અભિયાન 2019નો શુભારંભ કરતા પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા એ જણાવ્યુ કે જળ સિંચાઇના કામો કરવાથી જિલ્લામાં 25.71 લાખ ઘનમીટર માટીકામ થશે.પરિણામે 88 મિલીયન ઘનફૂટ પાણીના જથ્થાનો વધારાનો સંગ્રહ થશે તેમ જણાવ્યુ હતુ. સાથે સાથે મોડાસા ટાઉન હોલ ખાતે મંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માનવિધિનો શુભારંભ કરાયો હતો.

રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2019 અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે સ્વર્ણીમ ગુજરાત 50 મુદાના અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ મંત્રી આઇ.કે.જાડેજાએ જળ અભિયાનનો શુભારંભ કરાવતાં જણાવ્યુ કે આ અભિયાન હેઠળ તળાવો, ચેકડેમ,નહેર અને નદી નાળા ઉંડા કરવાની તેમજ ચેકડેમ તળાવોના વેસ્ટવીયર રીપેર કરવાની અને સફાઇ કામગીરીના કામોને આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે શહેરમાંથી પસાર થતી નદી ,નાળા સાફ કરવાથી પ્રદૂષણ અટકાવી શકાશે અને નદી કિનારાના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. પાણીના જથ્થાનો વધારાનો સંગ્રહ થતાં બોર કૂવા રીચાર્જ થતાં અંદાજિત 3300 હેકટર જમીન વિસ્તારમાં સિંચાઇ તથા પીવા પાણીના લાભ મળશે. આ પ્રસંગે ડી.ડી.ઓ. ડો.ગોસાવી, અધિકારી દાવેરા, પ્રાન્ત અધિકારી ઇલાબેન આહીર, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ, પ્રમુખ રણવીરસિંહ ડાભી, મેયર સુભાષભાઇ શાહ, મામલતદાર પટેલીયા, કનુભાઇ રવજીભાઇ પટેલ, જલ્પાબેન ભાવસાર સહિત અગ્રણી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો