તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં શ્રવણ તીર્થયાત્રાનો 250 વડિલોએ લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે ૬૦ વર્ષથી ઉપરના વડીલોના પરિવારજન બની ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવા શ્રવણ તીર્થ યાત્રા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જિલ્લાના માણસા તાલુકાએ શ્રવણતીર્થ યાત્રાનો લાભ લીધો છે. જેમાં ૨૫૦ જેટલા લોકોને સૌરાષ્ટ્ર અને કચ્છ એમ બે ઝોનમાં યાત્રા કરાવવામાં આવી છે.

શ્રવણ તીર્થ યાત્રાનો લાભ માણસા શહેર, ચરાડા, દેલવાડ અને ખરણાના 201 જેટલા વડીલોને કચ્છ પશ્ચિમ ઝોનની યાત્રામાં ચોટીલા જામનગર, દ્વારકા, હરસિદ્ધ માતા તેમજ પોરબંદરની ત્રણ દિવસની અને ૪૯ જેટલા વડીલોને સૌરાષ્ટ્ર જોનની યાત્રામાં વિરપુર, સોમનાથ, જુનાગઢ તેમજ તુલસીશ્યામની બે દિવસના યાત્રા પ્રવાસે મોકલવામાં આવ્યા છે. જેમાં આ તમામ વડીલ પ્રવાસી યાત્રીઓને મુસાફરીથી લઈ રહેવા જમવા સુધીની તમામ સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવનાર છે. આ યાત્રામાં નોંધાયેલા તમામ યાત્રાળુઓને લક્ઝરીમાં બેસાડીને વિદાય આપવા સહિતની માણસા મામલતદાર કચેરીના ધર્મિષ્ઠાબેન અને નાયબ મામલતદાર શૈલેષભાઈ દ્વારા પણ પૂરતી કાળજી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...