તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા તાલુકાના માલગઢ ગામના 25 વર્ષના યુવકે ગળેફાંસો ખાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા તાલુકાના માલગઢ ગામના 25 વર્ષના યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવક માનસિક બીમારીની દવાઓ છેલ્લા બે વર્ષથી લઈ રહ્યો હતો આ અંગે તાલુકા પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસા તાલુકાના માલગઢ જોધપુરીયાઢાણી ગામ ખાતે રહેતા શંકરલાલ ગેલોત ખેતી કરીને ગુજરાન ચલાવે છે.તેમનો સૌથી નાનો પુત્ર રવિન્દ્રકુમાર ગેલોત છેલ્લા બે વર્ષથી માનસિક બીમાર હોવાથી દવાઓ લઈ રહ્યો હતો.જોકે આ યુવક સરકારી પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યો હતો. જોકે સમગ્ર પરિવાર તેમના ફાર્મ હાઉસ ઉપર રહેતા હતા સોમવારે સાંજે તેમનો પુત્ર રવિન્દ્ર ગેલોત તેમનો જોધપુરીયાઢાણી ખાતે આવેલ મકાનમાં વાંચવા જવું છું તેમ કહી ઘરે ગયો હતો જોકે મોડી રાત્રે તેને છતના લાકડા ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.વહેલી સવારે પરિવારને જાણ થતા તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.યુવકની લાશ જોઈ પરિવારમાં આક્રંદ મચી ગયો હતો.બાદમાં મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આ બાબતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો