તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7મા પગારપંચ માટે સરકારી મેડિકલ કોલેજોના 2000 તબીબોની લડત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગર મેડિકલ કોલેજના 96 સહિત રાજ્યના 2000 તબીબોએ 7મા પગારપંચની માગણી સાથે લડતના મંડાણ કર્યા છે. બુધવારે કાળીપટ્ટી બાંધી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે ગુરુવારે કોલેજ કેમ્પસમાં રેલી યોજાશે. લાભ ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

7મા પગારપંચ મામલે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતાં ગુજરાતની 8 જીએમઈઆરએસ મેડિકલ કોલેજ તેમજ 6 સરકારી મેડિકલ કોલેજના અંદાજે 2000થી વધુ તબીબોએ લડત શરૂ કરી છે. બુધવારે વડનગર મેડિકલ કોલેજના 96 તબીબોએ કાળીપટ્ટી બાંધી ફરજ બજાવી હતી. આ અંગે ર્ડા.સુભાષભાઈએ જણાવ્યું કે, પગારપંચ મુદ્દે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છતાં સરકાર વાત સાંભળતી નથી. આથી અમારે આ કાર્યક્રમ આપવો પડ્યો છે.

મેડિકલ કોલેજના તબીબોએ કાળીપટ્ટી બાંધી સરકાર સામે વિરોધ દર્શાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો