તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુપુરા પાટિયા નજીક વૈભવી કારમાંથી 98700ના દારૂ સાથે 2 ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા | બાપુપુરા પાટિયા પાસેથી દારૂ ભરેલી લક્ઝુરીયસ એસયુવી કારને પોલીસે ઝડપી પાડી હતી. ગાડીમાંથી પોલીસે 98700ના બિયરના ટીન તેમજ દારૂની કુલ 744 બોટલો સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા. દારૂ અને બિયર, 2 મોબાઇલ તેમજ એસયુવી ગાડી સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે બંને શખસોની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ, મોબાઇલ, લક્ઝુરિયસ કાર સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત થયો
જિલ્લાના વિહાર ચાર રસ્તાથી માણસા તરફ વિદેશી દારૂ ભરેલી લક્ઝીરીયુસ સિલ્વર કલરની એસયુવી ગાડી આવી રહી હોવાની બાતમી માણસા પોલીસ સ્ટેશનના કેતનસિંહને મળી હતી.

બાતમીના આધારે માણસા પોલીસે બાપુપુરા ગામના પાટિયા પાસે વોચમાં બેઠા હતા. તે દરમિયાન બાતમીવાળી નંબરની લક્ઝુરિયસ ગાડી પસાર થતાં તેને કોર્ડન કરી ઉભી રાખીને પોલીસે તપાસ કરી હતી. ગાડીમાંથી રૂપિયા 98700ના બીયરના 288 નંગ ટીન તેમજ 456 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા.

વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બે શખસોમાં રાજસ્થાનના હરેશકુમાર રામાભાઇ આહારી અને રામેશ્વર નાથુભાઇ તાબીયાડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે વિદેશી દારૂની સાથે બન્ને શખસો પાસેથી 1300 ના બે નંગ મોબાઇલ તેમજ વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલી 400000 ની લક્ઝુરીયસ કાર સહિત કુલ રૂપિયા 500000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વિદેશી દારૂની સાથે ઝડપાયેલા બન્ને શખસોની પુછપરછ કરતા તેમણે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાજસ્થાનની જાજરી બોર્ડર ઉપરથી ભરત ડાંગી ઉર્ફે લંગડા પાસેથી લીધો હતો. વિદેશી દારૂ અને બિયરને ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મહેશભાઇને આપવાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. વિદેશી દારૂ અને બિયરની સાથે ઝડપાયેલા બન્ને શખસો ઉપરાંત વિદેશી દારૂ અને બિયર આપનાર તેમજ કલોલમાં જેને દારૂ અને બિયર આપવાનો હતો સહિત કુલ ચાર શખસોની વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી થયા બાદ પણ હજુ દારૂની હેરાફેરી ચાલુ રહી છે.

માણસામાંથી લક્ઝુરીયસ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. તસવીર: હરિશ્ચંદ્રસિંહ રાઓલ

દારૂના હેરાફેરીમાં પકડાયેલા આરોપીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો