તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર યાર્ડની બેઠકમાં 10 વિરુદ્ધ 4 મતે નવા લાયસન્સધારકોનાં 184 ફોર્મ મંજૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસનગર માર્કેટયાર્ડમાં શુક્રવારે ફોર્મ નહીં મળવા મુદ્દે મચેલા હોબાળા બાદ શનિવારે મળેલી જનરલ મિટિંગમાં આવેલા 184 નવા ફોર્મને બહુમતીથી મંજૂરી અપાઇ હતી. ચાર ડિરેક્ટરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

શુક્રવારે સેક્રેટરી અને ઇન્ચાર્જ કર્મચારી ન હોવાથી લાયસન્સ માટે રિન્યુ અને નવા ફોર્મ ન મળતાં હોબાળો મચ્યો હતો. શનિવારે ચેરમેન ઋષિકેશ પટેલ સહિત 14 ડિરેક્ટરોની હાજરીમાં જનરલ મિટિંગ મળી હતી. જેમાં 184 ફોર્મ લાયસન્સ માટે આવ્યા હતા, જેમાં પ્રકાશભાઇ પટેલ સહિત ચાર ડિરેક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ 10 વિરુદ્ધ 4 મતથી તમામ ફોર્મને મંજૂરી અપાઇ હતી. આ અંગે માર્કેટયાર્ડના ચેરમેન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એજન્ડાના તમામ કામોને બહુમતીથી મંજૂરી અપાઇ છે. હજુ નવા લાયસન્સ માટે ફોર્મ 31મી માર્ચ સુધી અપાશે. યાર્ડમાં શેષ ભરતા ન હોય અને વેપાર ના કરતા હોય તેવા વેપારીઓ મતદાર યાદીમાંથી આપોઆપ નીકળી જતા હોય છે.

હજુ નવા લાયસન્સ માટે 31 માર્ચ સુધી ફોર્મ અપાશે : ચેરમેન

પ્રકાશ પટેલ સહિત ચાર ડિરેક્ટરોએ વિરોધ નોંધાવ્યો

ચૂંટણીલક્ષી 184 લાયસન્સધારકો બન્યા : પ્રકાશ પટેલ

વિરોધ નોંધાવવામાં વાઇસ ચેરમેન મણિભાઇ ચાૈધરી, પ્રકાશભાઇ પટેલ, પંકજભાઇ સી. પટેલ, દશરથભાઇ પટેલનો સમાવેશ થાય છે. જેમાં પ્રકાશભાઇ પટેલે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં માર્ચ મહિનાના અંતમાં નવા લાયસન્સ માટે પાંચ થી છ લાયસન્સ માટે અરજી આપી છે, જ્યારે એકાએક નવા ફોર્મ માટે 184 ફોર્મ આવતાં ચૂંટણીલક્ષી લાયસન્સ અપાયાં છે જે ગેરકાયદે છે. કોને લાયસન્સ અપાયાં તે અંગે કોઇ માહિતી અમને અપાઇ નથી, જે અંગે અમે સક્ષમ અધિકારીને રજૂઆત કરીશું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો