તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખલીકપુર ગામમાં દુકાનમાંથી પ્રિમીયમના 18હજારની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપુર તાલુકાના ખલીકપુરમાં કરિયાણાની દુકાનનું રાત્રી સમયે લોક તોડી તસ્કર ટોળકી દુકાનમાં વેપારીના વીમાનું પ્રિમીયમ ભરવા માટે પર્સમાં ભેગા કરેલા રૂ.18000 ની રોકડ રકમ લઇ છૂ થઇ ગઇ હતી.

ખલીકપુર સ્ટેન્ડ ઉપર કરિયાણાની દુકાન ધરાવતા ગીરધરભાઇની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ દુકાનનું લોક તોડી દુકાનમાં રાખવામાં આવેલા પર્સમાં 18000 ની રોકડ લઇ ને પલાયન થઇ ગયા હતા.

ઉભરાણ દૂધમંડળીના મકાનનું તાળુ તોડ્યું

ઉભરાણ દૂધમંડળીને પણ તસ્કર ટોળકીએ નિશાન બનાવી રાત્રી સમયે દૂધમંડળીના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.ખલીકપુર અને ઉભરાણમાં એકજ રાત્રીમાં બે જગ્યાએ ચોરીનો પ્રયાસ કરતાં આ વિસ્તારના રહિશોમાં ચોરીનો ભય ફેલાયો છે.ઉભરાણ દૂધમંડળીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ રહીશો જાગી ગયા હોવાની તસ્કરોને ગંધ આવતા અંધકારનો લાભ લઇ છૂ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...