તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલી શહેરમાં રોજગાર ભરતી મેળામાં 1400 ઉમેદવાર ઉમટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના રોજગાર વંચિત યુવાનોને રોજગાર આપવા શુક્રવારે વડાલીની શેઠ બી.સી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં જિલ્લાકક્ષાનો રોજગાર અને એપ્રેટીસશીપ ભરતી મેળો સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

જેમાં વેલ્સપન, એશિયન ગ્રેનેટો, અંબુજા સહિત 20 ઉપરાંત કંપનીઓએ ભાગ લીધો હતો.અા પ્રસંગે સાંસદે જણાવ્યું કે આજના આધુનિક યુગમાં તાલીમબદ્ધ માણસોની માંગ હોવાથી યુવાનોએ તાલીમ મેળવી સ્વરોજગરીની દિશામાં આગળ વધવું જોઈએ.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા રોજગાર અધિકારી પાંડોર,ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી તખાતસિંહ હડિયોલ, અશોક જોષી, તાલુકા વિકાસ અધિકારી મમતા પોપટ, નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ સગર સહિત ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...