તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં કારમાંથી વિદેશી દારૂની 120 બોટલ ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર એલસીબીએ કલોલમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે કલોલ હાઇવે પર આવેલ મીલન ગેરેજની પાછળના ભાગે એક સ્વીફટ ડીઝાયર કારમાં વિદેશી દારૂ ભરેલો છે.

જેના આધારે એલસીબીએ અંધારામાં ઉભેલી GJ-08-AJ-2063ની તલાસી લેતા તેમાંથી દારૂની નાની-મોટી 120 બોટલો મળી આવી હતી. જેથી એલસીબીએ કારમાં સવાર બનાસકાંઠાના કમલેશભારથી દશરથભારથી ગોસ્વામી (ડીસા), હરેશ ઉર્ફે હર્ષ મહેન્દ્રભાઇ ટાંક(જોધપુરીયા ઢાણી), સંજય હંસરાજભાઇ ટાંક(જોધપુરીયા ઢાણી) તથા કલોલના મુકુંદ રાજેશભાઇ પટેલ (સત્વ બંગ્લોઝ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 2800ની કિંમતનો દારૂ, 4 મોબાઇલ તેમજ કાર મળી કુલ 3,61,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ ચારેય આરોપીઓ સામે કલોલ પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસને તપાસ દરમિયાન દારૂની નાની-મોટી 120 બોટલો મળી
આવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

3.61 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો