તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા તાલુકામાં વહીવટી શાખામાં 11 હંગામી કર્મીઓની હડતાળની ચીમકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા તાલુકામાં વહીવટી શાખામાં 11 હંગામી કર્મચારીઓએ પગાર સહિતના મામલે હડતાળની ચીમકી આપી છે.

તાલુકામાં વહીવટી શાખાઓમા મનરેગા યોજના, મિશન મંગલમ યોજના, પીએમએવાય મહેકમ, સ્વચ્છ ભારત મિશન યોજનાના હંગામી કર્મચારીઓ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ નિભાવે છે. વાર્ષિક 15% સુધી સરકાર દ્વારા ઠરાવથી નિયત કરેલ હોવા છતાંય આજ દિન સુધી અમલવારી થઈ નથી. 2016-17 માં 15/3/17એ 11 માસ કરાર આધારિત કર્મચારીઓની માંગણીઓ અંગે જિલ્લા કક્ષાએ આવેદન પત્રો અપાયા હતા. 30 માર્ચ, 17એ ડીડીઓએ ઝડપથી નિકાલ થવાની સાંત્વના પ્રોજેકટ ડાયરેકટર ડીડબ્લ્યુડીયુ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઉપસ્થિતિમાં આપી હોવા છતાંય પોકળ સાબિત થઇ છે.

મહેસાણા જિલ્લો ગ્રામ વિકાસની યોજનાઓમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ક્યારેય કર્મચારીઓ ના પગાર વધારવા અંગે તંત્ર એ નક્કર પગલાં લીધા નથી. ઊંઝા ટીડીઓ રાજેશ પટેલને 11 હંગામી કર્મચારીઓએ આવેદનપત્ર આપી હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધીજી ચિંધ્યા માર્ગે ચાલવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો