મેઘરજમાં જાહેર માર્ગ પરનાં 100 કાચાં અને પાકાં દબાણો દૂર કરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ નગરમાં શુક્રવારે મોડાસા ઉન્ડવા રાજ્ય ધોરીમાર્ગ,માલપુર માર્ગ અને પંચાલ માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી તાણી બાંધેલ 12 મીટર એરિયામાં 100 કાચા-પાકા દબાણો,લારી ગલ્લા અને શેડ દબાણો માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્ર દ્વારા બંદોબસ્ત વચ્ચે દૂર કરાતાં દબાણકારોમાં દોડધામ મચી હતી.

મેઘરજના મોડાસા રોડ પર આવેલ સરકારી વિશ્રામગ્રૃહથી વાત્રક નદીના પુલ સુધી તેમજ માલપુર અને પંચાલ માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી લારી, ગલ્લા, શેડ અને વેપારીઓ દ્વારા દુકાનોની ચીજવસ્તુઓ બહાર કાઢી દબાણો ખડકી દેવાતા મેઘરજમાં વારંવાર દબાણની સમસ્યાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ગાયકવાડ, કિરણ પરમાર પોલીસ અને વહીવટીતંત્રને સાથે રાખે વહેલી સવારથી જ જેસીબી,ડમ્પર અને દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી જેમાં માર્ગના બંને બાજુના 12 મીટર સુધીમાં ખડકાયેલ લારી,ગલ્લા,શેડ અને કાચા પાકા બાંધકામ સહીતના 100 જેટલા દબાણો દૂર કરાયા હતા. જેમાં ઈસરી પી.આઈ.તાવીયાડ,મેઘરજ પો.સ.ઈ પી.ડી.રોઠોડ સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...