તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડાના મહુડી નજીક બસના ચાલકે બે યુવકોને હડફેટે લેતાં 1નું મોત,1 ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકાના ગણેશપુરા-મહુડી નજીક શુક્રવારે સાંજે ગાયને બચવા જતા બસના ચાલકે બસ રોડથી 10 ફૂટ દૂર કરીયાણાની દુકાન પાસે ઉભેલા યુવકોને ટક્કર મારી, વીજળીની ડીપી સાથે ટકરાઇ હતી. જેમાં 1નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. બીજા યુવકને સારવાર માટે મહેસાણા ખાતે ખસેડ્યો હતો.

દાંતીવાડાના મહુડી-ગણેશપુરા નજીક શુક્રવારના સાંજના 7-30 કલાકે ડીસા-પાંથાવાડા બસ ચાલકે રસ્તામાં આવેલી ગાયને બચાવવા બસને ખેતરમાં ઉતારવાની કોશીશમાં વરંડો તોડી 10 ફૂટ દૂર 1 કરિયાણાની દુકાનની બાજુમાં ઉભેલા દિનેશભાઇ પુરાભાઈ પટેલ (ઉં.વ.22, રહે.મહુડી,તા.દાંતીવાડા) તેમજ રમેશભાઈ રત્નાભાઈ પટેલ (ઉં.વ.23, રહે.મહુડી,તા.દાંતીવાડા) ને ટક્કર મારી સામે વીજળીની ડી.પી. સાથે ટકરાઇ હતી. જેમાં બસમાં કોઇ પેસેન્જર ન હોવાથી અને વીજળી સપ્લાય બંધ હોવાથી મોટી હોનારત તો ટળી ગઈ હતી. પરંતુ એસ.ટી. બસની ટકકરથી રમેશભાઈ રત્નાભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ દિનેશભાઇ પુરાભાઈ પટેલને સારવાર અર્થે મહેસાણા ખસેડયો હતો. જે બાદ મહુડીના કરશનભાઇ જવાભાઈ પટેલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લાશનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજવીર ચૌહાન

અન્ય સમાચારો પણ છે...