તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાના યાવરપુરા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે 1 ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના યાવરપુરા પાસે બુધવારે એલસીબીએ ગાડીમાંથી રૂ.1,54,600ના વિદેશી દારૂ સાથે રૂ.8,60,100નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસા તાલુકાના યાવરપુરા માર્ગે ટાટા સફારી ગાડી વિદેશી દારૂ ભરીને પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે બુધવારે એલસીબીએ માર્ગ કોર્ડન કરી લીધો હતો. બાદમાં જીજે-08-એપી-3072 આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 592 બોટલો મળી આવી હતી. જેથી એલસીબી પોલીસે ગાડી તેમજ વિદેશી દારૂ મળી 8,60,100નો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસે ડ્રાઇવર પ્રવિણસિંહ નગસિંહ સોલંકી (રહે.સાંચોર-રાજસ્થાન) ને ઝડપી લીધો હતો. જોકે પૂછપરછમાં આ દારૂ પ્રેમસિંહ રાજપૂત (રહે.સાંચોર) એ ભરાવ્યો હતો. જ્યારે આ દારૂ કલોલમાં પ્રવિણસિંહને આપવાનો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પ્રોહિબિશન એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...