લોકસભા ચૂંટણી / ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ મિટિંગ, વડોદરાના 10 અને સુરતના 22 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

DivyaBhaskar

Mar 18, 2019, 03:41 AM IST
bjp parliamentary board meeting held at vijay rupani resident in gandhinagar

  • કમલમ્ ખાતે બોર્ડ મિટિંગ યોજવાને બદલે મુખ્યમંત્રી નિવાસની પસંદ કરાયું
  • 3 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ચાલશે
  • લોકસભા ચૂંટણીમાં ખેડા, નવસારી અને દાહોદમાં વર્તમાન સાંસદને રીપિટ કરાય તેવી શક્યતા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ થયેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ-ચૂંટણી સમિતિની બેઠકમાં પ્રથમ દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતની 11 બેઠક પર મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વડોદરા, સુરત અને પંચમહાલ બેઠક મામલે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

સુરતમાંથી 22 અને વડોદરાથી 10 બાયોડેટા પાર્ટીને મળ્યા છે. સુરતમાંથી કાર્યકરોની લાગણી મૂળ સુરતીને ટિકિટ આપવાની છે ત્યારે પ્રદેશ આગેવાનો દ્વારા લાંબી મથામણ બાદ ત્રણ સભ્યોની પેનલ બનાવાઇ છે. બીજીતરફ ગત ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ઊભા રહ્યા હતા તે વડોદરા બેઠક પર પણ હાલ પેનલ બનાવાઇ છે પરંતુ આ બેઠક ઉપર કેન્દ્રીય મોવડી મંડળ તરફથી નવું નામ આવે તેવી શક્યતા છે. ખેડા, નવસારી અને દાહોદમાં વર્તમાન સાંસદને રીપિટ કરાય તેવી શક્યતા છે. સોમવારે વધુ 11 બેઠકની સમીક્ષા કરશે.
11 બેઠક પરની સંભવિત પેનલ
વડોદરા : ભાર્ગવ ભટ્ટ, રંજનબહેન ભટ્ટ, ભરૂચ: મનસુખ વસાવા, ભરતસિંહ પરમાર, પંચમહાલ: સી.કે.રાઉલજી, પ્રભાતસિંહ ચૌહાણ, {છોટાઉદેપુર: રામસિંહ રાઠવા, જયંતી રાઠવા, જશુભાઇ રાઠવા, દાહોદ : જશવંતસિંહ ભાભોર, વલસાડ : કે.સી.પટેલ, ડી.સી.પટેલ, અરવિંદ પટેલ, નવસારી : સી.આર.પાટિલ, બારડોલી : પ્રભુ વસાવા, રિતેશ વસાવા, મોહન ઢોડિયા, સુરત: દર્શના જરદોસ, અજય ચોક્સી, નીતિન ભજિયાંવાલા, આણંદ: રામસિંહ પરમાર, દિલીપ પટેલ, દીપક સાથી, ખેડા: દેવુસિંહ ચૌહાણ.

X
bjp parliamentary board meeting held at vijay rupani resident in gandhinagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી