મદાપુરા પાસે જીપની ટક્કરે રિક્ષા પલટી, મહિલા ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર અરજણજીના મુવાડા તરફ જઇ રહેલી રીક્ષાને સામેથી આવતાં પીકઅપડાલાએ ટક્કર મારતાં રીક્ષા પલટી ખાઇ જતા પતિ-પત્નીને શરીરે ઇજા પહોંચી હતી.

મહિલા વધુ ઇજાગ્રસ્ત હોવાથી તેમને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. અરજણજીના મુવાડા ગામે રહેતાં મોનાબેન પરમાર પતિ તથા પૌત્ર સાથે પાલુન્દ્રા સંબંધીના ખબર અંતર પૂછવા ગયા હતા. જ્યાંથી તેઓ સાંજે રીક્ષામાં બેસી પરત ઘર તરફ જવા નિકળ્યા હતા. તે સમયે મદાપુર નજીક સામેથી આવતાં નંબર વગરના પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી ગઇ હતી. જેમાં બેસેલા મોનાબેનને ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પતિને સામાન્ય ઈજા થઈ હતી અને પૌત્રનો આબાદ બચાવ થયો હતો. તેમણે અકસ્માત કરી પીકઅપડાલુ મુકી ભાગી છૂટનાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...