તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસણા રાઠોડ ગામમાં ઝેરની અસર પામેલી ગાયો ભયમુક્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે રહેતા 3 માલધારીની 130 જેટલી ગાયોએ સોમવારે એરંડાના પાન ખાતા અચાનક ઝેરી અસર થઇ હતી. જેમાંથી 7 જેટલી ગાયોને સૌથી વધુ અસર થયા તેના કરૂણ મોત થયા હતા. જોકે તાત્કાલિક અસરથી પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર મળતા અન્ય ગાયો બચી જવા પામી હતી. મંગળવારે તબીબોની ટીમે વાસણા રાઠોડ ગામે ગાયોની તપાસણી કર્યા બાદ તમામ ગાયો હાલ ભયમૂક્ત હોવાનું જણાવ્યુ હતુ. એક માલધારીની ગાયના 2 નાના વાછરડાએ માતા ગુમાવી હતી. જેથી માતા ગુમાવનાર વાછરડાઓને ફિડીંગ બોટલથી દૂધ પિવડાવવાનું શરૂ કરાયુ હતું.

વાસણા રાઠોડ ગામના ધરમસીભાઇ રબારી, રાજુભાઇ રબારી તેમજ વિહાભાઇ રબારી કુલ 130 ગાયો લઇને ચરાવવા ગયા હતા. તે સમયે ગાયોએ એરંડાના પાન આરોગતા ઝેરી અસર થવા પામી હતી. જેમાં 7 ગાયો મોતને ભેટી હતી. પરંતુ તાત્કાલિક સારવાર મળવાથી મૃત્યુ આંકને ઘટાડવામાં સફળતા મળી હતી. મંગળવારે પશુ ચિકિત્સકોએ ફરી વાસણા રાઠોડ ગામે પહોંચી ગાયોની તપાસ કરી હતી. જેમાં તમામ ગાયો ભય મુક્ત હોવાનું દહેગામના પશુ ચિકિત્સક ડૉ. પી એસ પટેલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો