તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ લુપ લાઇનની દીવાલ ધસી પડતાં ટ્રેક હવામાં ઝૂલતો થઇ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | દહેગામ નજીક બનેલી લુપ લાઇન ટ્રેકની દિવાલ ધસી પડતાં ટ્રેક હવામાં ઝુલતો થઇ ગયો છે તેના કારણે આગામી દિવસોમા એમદાવાદ-ઉદેપુર રેલવે શરૂ થાય તે પહેલા જ આ રીતે લાઈનમા ભંગાણ થતા આ લાઈનમા થયેલા કામ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. લુપ લાઇનનો ટ્રેક બહાર આવી જવા પામતાં રેલવે કોન્ટ્રાકટરની બેદરકારી છતી થઈ ગઈ છે.

હિંમતનગર સુધીની લાઇન પર ટ્રેન દોડાવી ને ઇસ્પેકશન હાથ ધરાયુ હતુ
અમદાવાદ ઉદેપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરનું કામ પૂર્ણ થઇ જતાં રેલવે સેફટી કમિશ્નર દ્વારા અસારવાથી હિંમતનગર સુધીની રેલવે લાઇનનું ઇસ્પેકશન કરવામાં આવ્યુ હતુ અને નજીકના દિવસોમાં જ આ રૂટ પર ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ આરંભી દેવાઇ હતી. તેવા સમયમાં દહેગામના મગોડી રોડ રેલવે ફાટક નજીક અન્ડર પાસની નજીક એક લુપ લાઇન ટ્રેક પાસેની દિવાલ પડી જતાં લુપ લાઇનનો ટ્રેક જોખમી રીતે બહાર આવી જવા પામતાં રેલવે કોન્ટ્રાકટરની બેદરકારી છતી થવા પામી છે.

આ રૂટ પર રેલવે વ્યવહાર શરૂ કરવા માટે થોડાક દિવસો અગાઉ રેલવે સેફટી કમિશ્નરની ટીમ દ્વારા અસારવાથી દહેગામ રખિયાલ અને હિંમતનગર સુધીની લાઇન પર ટ્રેન દોડાવી ને ઇસ્પેકશન હાથ ધરવામાં આવ્યુ હતુ. લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સહિંતા લાગુ હોવાથી ચૂંટણી પછી રેલ વ્યવહાર શરૂ થવાની શક્યતા રહેલી છે. તેવામાં દહેગામના મગોડી ગાંધીનગર રેલવે ફાટકમાં લુપ લાઇનના નવા બનાવેલા અન્ડરપાસ નજીક ટ્રેક નીચેની માટી ધસી પડતાં ટ્રેક ખુલ્લો પડી જવા પામ્યો હતો.

ટ્રેક આધાર વિના જાણે હવામાં લહેરાતો હોય તેવી રીતે જોવા મળ્યો હતો. ટ્રેક નીચેની માટી ધસી પડતાં કોન્ટ્રાકટરની બેદરકારી છતી થઇ હતી. અમદાવાદ ઉદેપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરનું કામ પૂર્ણ થઇ જતાં રેલવે સેફટી કમિશ્નર દ્વારા ઈન્સ્પેકશન કરાયુ હતુ.

દહેગામના મગોડી ફાટક નજીક લુપ લાઇનના ટ્રેકની દિવાલ ધસી પડતાં ટ્રેક હવામાં લહેરાતો હોય તે રીતે જોવા મળ્યો હતો. તસવીર: શરીફ શેખ

અન્ય સમાચારો પણ છે...