કાકાનાં લગ્નમાં વિરોધ થતાં બીજા દિવસે પોલીસ રક્ષણ સાથે ભત્રીજીનાં લગ્નમાં DJ વગડાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મામલો બીચકતા લગ્નમાં વિખવાદ ટાળવા પરિવારે પાલીસ રક્ષણ માગ્યુ હતુ

દહેગામ તાલુકાના લવાડ ગામમાં દેવીપૂજક સમાજના 25 પરિવારો રહે છે. લવાડ ગામમાં રહેતાં નરેશભાઇ નટવરભાઇ દેવીપૂજકના ગુરૂવારે લગ્ન હોવાથી, ડીજે સાથે ગામની ભાગોળ સુધી જાન નીકળી હતી.

આ સમયે એક સમાજની કેટલીક મહિલાઓ દ્વારા દેવીપૂજક સમાજની જાન વાજતે-ગાજતે જતી ન હોવાનું કહીં વિરોધ કર્યો હતો. જે મુદ્દે મામલો ઉગ્ર બનતા ગામના અન્ય લોકોની સમજાવટથી મામલો શાંત પડયો હતો. બીજા દિવસે એટલે કે શુક્રવારે નરેશભાઇની ભત્રીજી પાયલબેન પોપટભાઇ દેવીપૂજકની જાન કલોલ મુકામેથી આવવાની હતી. વરરાજા ડી.જે. સાથે રંગેચંગે પરણવા આવવાના હોવાથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે. આર.ડીમરી, પીએસઆઇ એચ. કે. શ્રીમાળી સહિતનો કાફલો લવાડ ગામની ભાગોળે પહોંચી ગયો હતો.

બપોરે ડીજેના તાલ સાથે જાન દેવીપૂજક પરિવારના ઘરે પરણવા માટે ગઇ હતી. જે બાદ લગ્નની વિધિ અને વિદાય સુધી પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો. ગામમાં જ હળીમળીને રહેવાનું હોવાથી દેવીપૂજક પરિવારે હોવાથી આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યુ હતુ. લવાડ ગામે બનેલો બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ભત્રીજીના લગ્નમાં ડીજે સાથે આવતી જાનમાં માથાકુટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે જ ડી.જે. સાથે વરરાજા મંડપ સુધી પહોંચ્યા હતા.

_photocaption_લવાડ ગામે દેવીપૂજક પરિવારના ઘરે આવતી જાનને ડી.જે.વગાડવા બાબતે હંગામો ન થાય તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો જોકે આખરે આ મામલો શાંત થયો હતો. તસવીર: શરીફ શેખ*photocaption*

દહેગામ| લવાડ રહેતાં દેવીપૂજક પરિવારના લગ્નમાં ડીજે મુદ્દે વિરોધ થતાં પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન કરવાની ફરજ પડી હતી. આગલા દિવસે કાકાના લગ્નમાં ડીજે વાગતા એક સમાજની મહિલાઓ દ્વારા વિરોધ થયો હતો. જોકે, ગામના આગેવાનોની દરમ્યાનગીરીથી મામલો શાંત થયો હતો. બીજા દિવસે ભત્રીજીના લગ્નમાં ડીજે સાથે આવતી જાનમાં માથાકુટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે જ ડી.જે. સાથે વરરાજા મંડપ સુધી પહોંચ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...