તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસદ લૂંટ કેસનો આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં વ્યક્તિને બેભાન કરી લૂંટ કરવા જેવા ગુન્હામાં નાસતા ફરતા દહેગામના મદારી નગરમાં રહેતા શખ્શને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં બેભાન કરીને લૂંટ ચલાવવાનો ગુનો વર્ષ 2017માં નોંધાયો હતો. આ ગુન્હામા નાસતા ફરતાં આરોપી ચંદનનાથ શંભુનાથ મદારી (રહે. દહેગામ)ને દહેગામ સર્વેલન્સ સ્કવોર્ડના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...