તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામ, રખિયાલ બ્રોડગેજ લાઇનનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ | અમદાવાદથી ઉદેપુર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ લગભગ પૂર્ણતાના આરે પહોંચ્યુ છે. આ રૂટ પર અમદાવાદથી રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થઇ જતાં પેસેન્જર ટ્રેન ચાલુ કરવા અગાઉ કમિશ્નર ઓફ રેલવે સેફટી દ્વારા ટ્રેનનું નિરીક્ષણ ગુરૂવારે કરવામાં આવનાર છે. જેના માટે રેલવે સ્ટેશન અને ટ્રેક પર તૈયારીઓ આરંભી દેવાઈ છે.

સર્ટિફિકેટ અપાયા બાદ રેલવે મંત્રાલયની સૂચનાથી ટ્રેન શરૂ કરાશે
અમદાવાદ ઉદેપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરની યોજના અંતર્ગત આ રૂટ પર અમદાવાદથી દહેગામ અને તાલુકાના રખિયાલ સુધીનો બ્રોડગેજ રેલવે ટ્રેક તૈયાર થઇ જતાં નજીકના દિવસોમાં ટ્રેન શરૂ થનાર છે. જે અગાઉ તૈયાર થયેલ રેલવે ટ્રેક પેસેન્જર ટ્રેન માટે અનુકુળ છે કે કેમ ? તેની તપાસ માટે કમિશ્નર રેલવે સેફટી દ્વારા ગુરૂવારે અસારવાથી દહેગામ અને રખિયાલ સુધી ટેસ્ટીંગ કરવામાં આવનાર છે. જેના માટે રેલવે ટ્રેક અને સ્ટેશન પર ઇન્સપેકશન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

ઇન્સપેકશન અંગે રેલવેના પીઆરઓ પ્રદિપકુમાર શર્માએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે રેલવેના ગેજ રૂપાંતર બાદ પેસેન્જર ટ્રેન શરૂ કરતાં અગાઉ કમિશ્નર રેલવે સેફટીની ટીમ એક ખાસ ટ્રેન દ્વારા ઇન્સપેકશન કરે છે. જેઓ પ્રતિકલાક 130 કિલોમીટરની ઝડપે ટ્રેક પર હંકારી ટ્રેકની ગુણવત્તા, ક્ષમતા વિગેરે ચકાસી ત્રણથી ચાર દિવસમાં સર્ટીફિકેટ આપશે.

જો કોઇ ખામી જણાયતો સલાહ સૂચન કરશે. સર્ટીફિકેટ મળ્યા બાદ વિભાગ રેલ મંત્રાલયને સર્ટીફિકેટ મોકલશે. ત્યાર બાદ રેલ મંત્રાલયના આદેશ બાદ આ રૂટ પર ટ્રેન શરૂ થશે કમિશ્નર રેલવે સેફટીની ટીમ સાથે સેફટી કમિશ્નર સુશિલ ચંદ્રા પણ હાજર રહેનાર હોવાનું પ્રદિપકુમાર શર્માએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો