તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોલીની નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતું જેસીબી જપ્ત કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામના લિહોડા ગામે આવેલી મેશ્વો નદીમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે બે દિવસ પહેલાં જિલ્લાના પ્રાંતઅધિકારી અને મામલતદાર કચેરીની ટીમે નદીમાં જઈ હિટાચી મશીન, ટ્રેક્ટર અને ટ્રક કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દિવસે મામલતદાર એચ. એલ. રાઠોડ સહિતનો સ્ટાફ કરોલી ગામ પાસેથી પસાર થતી નદીમાં પહોંચ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ખનન કરતા જેસીબી મશીનને કબજે કરી વધુ કાર્યવાહી અર્થે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીને સુપ્રત કર્યું હતું. જિલ્લામાં અનોડિયા, બોરીજ, શાહપુર વિસ્તાર, સંતસરોવર, ઈન્દ્રોડા સહિતના વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ રીતે ચોરી કરતાં હોય છે. ત્યારે હવે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા થયેલી કાર્યવાહીથી ખનીજ માફીયાઓમાં ભયનો માહોલ છે.

કરોલી પાસે નદીમાં ગેરકાયદેે ખનન કરતા વાહનો જપ્ત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો