તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામમાં આરોગ્ય કર્મીઓની હડતાળ : રોગચાળો વકરવા ભીતિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ |એક આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છ ત્યારે બીજી તરફ દહેગામ તાલુકામાં બેવડી સિઝનના કારણે વિવિધ પ્રકારની બીમારીઓનુ પ્રમાણ વધી જતા આ વિસ્તારમાં રહેતા લોકોમા જો સમયસર પગલાં લેવામા નહિ આવે તો દહેગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત જણાઈ રહી છે.

જિંડવામા ડેન્ગ્યુના બે, નાના જલુન્દ્રા ગામે ઝેરી મલેરિયાનો કેસ
શિયાળાની ઋતુએ વિદાય લેવાની તૈયારી કરી છે અને ઉનાળાની સિઝને ધીમા પગે તેના આગમનના દસ્તક દીધા હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુ થવાના કારણે માંદગીનું પ્રમાણ વધવા પામ્યુ છે. જયારે મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે.

તેવા સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમની માંગને લઇ હડતાળ પર છે. ત્યારે જ તાલુકાના જિડંવા ગામે ડેન્ગ્યુના બે શંકાસ્પદ કેસ તેમજ નાના જલુન્દ્રા ગામે ઝેરી મલેરિયાનો ભોગ એક વ્યક્તિ બની છે. સરકાર આવા સમયમાં તાત્કાલિક અસરથી નિર્ણય લઇ આરોગ્ય વિભાગને સક્રિય કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

હાલમાં અનુભવાતી ડબલ ઋતુમાં શરદી, ખાસીનો રોગ વકરતા સ્વાઇન ફલુની દહેશત વર્તાઇ રહી છે. બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા સહિત રોગચાળો વકરવાની શક્યતાઓ છે.

તેવા જ સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી તેમની માંગણી સંદર્ભે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની કામગીરી ઠપ્પ થઇ છે. તાલુકાના જિડંવા ગામે 65 વર્ષિય વૃધ્ધ અને 16 વર્ષનો કિશોર શંકાસ્પદ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.

બીજી તરફ નાના જલુન્દ્રા ગામે પણ એક દર્દીને ઝેરી મલેરિયા હોવાનું નિદાન થયુ છે. ત્યારે રોગચાળો વકરે નહી તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બને તે જરૂરી બન્યુ છે. છતાં સરકાર આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ઉકેલ ન લાવતાં હાલ તાલુકામાં રોગચાળો પ્રસરવાની ભિતિથી લોકોમાં ભય જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો